જ્ઞાન એ માનવ જીવનનો આધાર છે
માનવ સમાજ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે
માનવ સમાજ એજ્યુકેશન દ્વારા અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) નાં લોકો માટે શૈક્ષણિક અને સામાજીક માર્ગદર્શન આપતી સંસ્થા છે. જે જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકામાં આવેલ છે. જેમની વેબસાઇડ www. manavsamaj.org જે આપના ડીજીટલ યુગમાં જરૂરી શૈક્ષણિક માર્ગદર્શન મળી રહે તે લક્ષ્યથી બનાવવામાં આવેલ છે. માનવ સમાજ એજ્યુકેશનના સંસ્થાપક તથા ચેરમેનશ્રી રામજીભાઈ દાફડા અને પ્રમુખશ્રી કાન્તીભાઈ પરમાર શૈક્ષણિક તેમજ સામાજીક ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેમનાં દ્વારા સાચી અને સચોટ માહિતી મેળવી શકશો. માનવ સમાજ એજ્યુકેશનના નામથી અમારી હેડ ઓફીસ કેશોદ બસ સ્ટેશનની સામે, કૈલાસ ચેમ્બર્સ સ્વસ્તિક કોલ્ડ્રીંકસની ઉપર આવેલી છે. જેમા આપ સર્વે સમાજના સહકાર અને માર્ગદર્શનની અપેક્ષા રાખીએ છીએ.
સંસ્થાપક દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ૮૨ થી વધુ ગુજરાત ની બેસ્ટ કોલેજો તેમજ યુનિવર્સિટીના સંકલનમાં રહીને ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાઇઓ તથા બહેનોને એડમિશન કરાવીને તેમના ઉજ્જવળ ભવિષ્યનું ગૌરવ છે. તથા ઘણી બધી સ્કૂલો સાથે સંકલનમાં રહીને ધોરણ ૧૧ & ૧૨ (સાયન્સ | કોમર્સ | આર્ટસ) સાથે તદન ફ્રી(Free) અથવા તો સૌથી ઓછી ફી માં (અભ્યાસ સુવિધા, હોસ્ટેલ સુવિધા, ટ્રાન્સપોર્ટ સુવિધા, પુસ્તક, યુનિફોર્મ, અન્ય તમામ ખર્ચ સાથે) એડમીશન કરાવી સમાજના લોકોને મદદરૂપ થવાનું અમારૂં લક્ષ્ય છે. www.manavsamaj.org દ્વારા અનુસૂચિત જાતિના લોકોને શૈક્ષણિક માહિતી સામાજીક જાગૃતતા, જોબ પ્લેસમેન્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની માહિતી તથા દરેક યોજનાકીય લાભો કઇ રીતે મળે તેની માહિતી અને માર્ગદર્શન આપવું, સમાજના આગેવાનોની માહિતી વગેરે મફતમાં (ફ્રી) માં સમાજને ઉપયોગી થઇ રહ્યા છીએ. શૈક્ષણિક ક્ષેત્રે અભ્યાસક્રમની માહિતી/માર્ગદર્શન, શિષ્યવૃતિ યોજનાનું માર્ગદર્શન આપવું જેમાં નીચે મુજબના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.